ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા - covid care center

કોરોનાના કેસો આખા રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં વધુ 330 બેડમાં વધારો કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા
મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા

By

Published : Apr 13, 2021, 8:18 PM IST

  • મહેસાણા જિલ્લામાં નવા 7 કોવિડ કેર સેન્ટર ફાળવવામાં આવ્યા
  • મહેસાણામાં 3, વિસનગરમાં 2 અને કડી-ઊંઝામાં 1-1 કોવિડ સેન્ટર ફાળવાયા
  • જિલ્લામાં વધુ 330 બેડમાં વધારો કરાયો

મહેસાણા:જિલ્લામાં પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી કેસોની સંખ્યા વધતી જાય છે, ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા જિલ્લામાં વધુ 7 કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મહેસાણામાં 3, વિસનગરમાં 2, કડીમાં એક અને ઊંઝામાં 1 કોવિડ સેન્ટર વધારવામાં આવ્યું છે. આમ, જિલ્લામાં કુલ 330 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વધારવામાં આવ્યા છે. હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર થઈ ગઈ છે.

આ પણ વાંચો:ગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

જિલ્લામાં 32 ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં કોવિડ કેર સેન્ટર અને બેડની સંખ્યામાં વધારો કરાતા હવે વધુ દર્દીઓને સારવારનો લાભ મળતો થઈ ગયો છે. હાલમાં મહેસાણા જિલ્લામાં 4 સરકારી હોસ્પિટલોમાં કોવિડની સારવાર અપાઈ રહી છે. જ્યારે 3 ખાનગી સંસ્થાઓ સાથે MOU કરાયા છે. જ્યાં પણ ફ્રી સારવાર અપાઈ રહી છે, તો અન્ય 32 ખાનગી હોસ્પિટલોમાં સરકારના નિયત કરેલા ચાર્જ મુજબ MOU કરી કોવિડ સેન્ટર ચાલી રહ્યા છે. આમ, મહેસાણા જિલ્લામાં કુલ 1,056 બેડ પર કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

જિલ્લામાં વધુ 330 બેડમાં વધારો કરાયો

આ પણ વાંચો:ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે

મહેસાણામાં કોરોના અંગે પ્રભારી સચિવની સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસો વધતા કોરોના મામલે જિલ્લાની પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા ધનંજય ત્રિવેદીએ મહેસાણા જિલ્લા તંત્ર સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજીને જરૂરી સૂચનો અને પગલાં લેવા ચર્ચા વિચારણા કરી હતી. તંત્ર પણ કોરોનાના વધતા કેસો અને પરિસ્થિતિ પર ચિંતિત હોવાનું જિલ્લા કલેક્ટરે પોતાના નિવેદનમાં વ્યક્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details