કહેવાય છે ને કે, ‘લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ન મરે’, કાંઈક આવો જ કિસ્સો 4 વર્ષ પહેલાં વિજાપુરના રણાસણ ગામેથી સામે આવ્યો હતો. જેમાં PTCનો અભ્યાસ કરેલ એક મહિલાને નોકરી આપવા બાબતે યોગેશ રાવલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. જો કે, યોગેશે મહિલા પાસે ગાંધીનગરમાં તેની સારી ઓળખાણ હોવાથી 6 લાખમાં નોકરી અપાવવાનું નક્કી કરેલ ત્યારે નોકરીની લાલચ આપી યોગેશ નામના શખ્સે 4 લાખ પડાવ્યા હતા.
4 વર્ષ પહેલા વિજાપુરની મહિલા સાથે 4 લાખની ઠગાઈ, આરોપીને કોર્ટે ફટકારી સજા
મહેસાણાઃ વિજાપુરના રણાસણ ગામે 4 વર્ષ અગાઉ નોકરીની લાલચે 4 લાખ રૂપિયા પડાવી લેનાર ઠગબાજને વિજાપુર કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી અને 10 હજાર દંડ કર્યો છે.
સ્પોટ ફોટો
જો કે, 4 લાખ પડાવ્યા બાદ મહિલાને નોકરીની કોઈ તજવીજ ન થતા મહિલાને પોતે છેતરાઈ હોવાનું ભાન થતા ઠગબાજ યોગેશ રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ જે તપાસ બાદ વિજાપુર જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઠગબાજ આરોપી યોગેશ રાવલને એક વર્ષની કેદ અને 10 હાજરનો દંડ ફટકારતા 4 હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કિસ્સો સમાજમાં લોભ લૂંટી લે છે તે વાતને સ્પષ્ટ કરી જાય છે તેમ છતાં મહિલાએ કાયદાનો ઉપયોગ કરતા આખરે વિજાપુર ન્યાય મંદિરમાં ભોગબનનાર મહિલાને ન્યાય મળ્યો છે.
Last Updated : Jun 11, 2019, 12:58 PM IST