- ઊંઝા APMC શેષ કૌભાંડ મામલે ઊંઝા કોર્ટનો આદેશ
- ઊંઝા કોર્ટે ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવા કર્યો આદેશ
- ફરિયાદી સૌમિલ પટેલ દ્વારા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવશે
- કૌભાંડ મામલે ઊંઝા MLA આશા પટેલ, APMC ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે નોંધાઇ શકે છે ફરિયાદ
- કોર્ટે પુરાવા અને ફરિયાદીને સાંભળ્યા બાદ CIDમાં ફરિયાદ કરવા કર્યો આદેશ
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલા એશિયાના સૌથી મોટા મસાલા પાકના પીઠું ઊંઝા APMCમાં 7 માસ અગાઉ 15 કરોડથી વધુની શેષ કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ APMCમાં જ કામ કરતા કર્મચારી સૌમિલ પટેલ દ્વારા કરાયા હતા. જો કે, કર્મચારીની વાતને મોટા માથાઓ દ્વારા રફેદફે કરવા એડી ચોટીનું જોર લગાવતા સ્થાનિક તંત્ર કાર્યવાહી કરવા મામલે નિષ્ક્રિય રહ્યું હતું, ત્યારે APMCના ચોર ઉલ્ટા કોટવાલ કો ડાટેની જેમ APMCમાંથી સહિઝુંબેશ ચલાવી સૌમિલની ફરજ પર ગેરરીતીના આક્ષેપો કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાંય સત્ય તો છાપરે ચડી પોકારે તે મુજબ સૌમિલ પટેલે હાર ન માનતા હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જો કે, આ મુદ્દે સ્થાનિક કોર્ટથી પદ્ધતિ સર લાવવા હાઇકોર્ટે સૂચન કરતા આખરે સૌમિલે કોર્ટમાં પોતાની રજૂઆત કરી હતી. જેમાં ઊંઝા કોર્ટમાં વર્ચ્યુઅલ ઈયરિંગ અને અન્ય જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઊંઝા કોર્ટે આ તમામ બાબતોની રજૂઆત ધ્યાને લઇ 156-3 મુજબ ફરિયાદીની ફરિયાદ ગાંધીનગર કોર્ટમાં દાખલ કરવા માન્ય રાખી છે.
ઊંઝા APMC ચેરમેન, સેક્રેટરી અને MLA સામે થઇ શકે છે ફરિયાદ!
ઊંઝા APMCમાં 15 કરોડના શેષ કૌભાંડ મામલે અરજદારે દર દર ભટકી ફરિયાદ માટે પ્રયાસ કરતા અંતે ઊંઝા કોર્ટે સૌમિલ પટેલની ફરિયાદ ગાંધીનગર CDI ક્રાઇમમાં નોંધવા સૂચન કર્યું છે, ત્યારે કોર્ટના આદેશ મુજબ ઊંઝા APMCમાં 15 કરોડના કૌભાંડના આક્ષેપ મામલે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, APMCના ચેરમેન દિનેશ પટેલ અને APMC સેક્રેટરી વિષ્ણુ પટેલ સામે ફરિયાદ નોંધાઇ શકે છે. આ તપાસનો દોર પણ CID ક્રાઇમ સાંભળશે તો આક્ષેપીતો સામે ફરિયાદ બાદ ધરપકડ પણ થઈ શકે છે.