મહેસાણા દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને ડિરેક્ટરો સામે 22 કરોડના સાગરદાણ કૌભાંડના ગંભીર આક્ષેપો સાથે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટની મુદત પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિતના આક્ષેપીતો કોર્ટમાં હાજર રહ્યા હતા જો કે, આરોપી પૈકીના 2 પૂર્વ ડિરેક્ટરો, પટેલ જયંતીભાઈ ગિરધરભાઈ,પટેલ ઈશ્વરભાઈ જોઈતારામ કોર્ટની મુદતે હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ ધરપક્ડ વોરન્ટ ઈસ્યુ કર્યું છે.
22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસ: 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ - mahesana letest news
મહેસાણા: કરોડના સાગરદાણ ભ્રષ્ટચાર કેસ મામલે 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ કર્યું હતું. દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મુદ્દો એડિશનલ ચીફ કોર્ટે 2 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. મુદતમાં હાજર ન રહેતા 2 આરોપી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું હતું.

22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસઃ 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ
22 કરોડ સાગરદાણ ભ્રષ્ટાચાર કેસઃ 24 પૈકી 2 આરોપીઓ સામે કોર્ટે વોરંટ ઈસ્યુ
કોર્ટ દ્વારા 2 આરોપીઓને કોર્ટની આગામી મુદત સુધી હાજર કરવા માટે પોલીસને વોરંટ આપ્યું છે, ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીમાં કરોડોના સાગરદાણમાં ભ્રષ્ટચાર થયો હોવાનો આ મામલો કોર્ટની દરેક મુદતે ટોક ઓફ ધ ટાઉનની જેમ ચર્ચાઈ રહ્યો છે.