મહેસાણાઃ જિલ્લામાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વિજાપુરમાં આવેલા રાધે બંગલોઝમાં વાઘેલા પરિવારની મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જો કે, શિક્ષિકાના પતિને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મેડિક્લ સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન આ યુવાનને કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ ઇફેક્ટ જણાતા તેમને ક્વોરેન્ટાઇઝ કરવામાં આવ્યા છે.
મહેસાણામાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો, દર્દીના સમ્પર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરાઇ - વિજાપુરમાં આવેલા રાધે બંગલોઝ
દેશ અને દુનિયામાં કોરોના વાઇરસનો ખતરો મંડાયેલો છે. ત્યારે ગુજરાતમાં વધતા કોરોનાના પોઝીટીવ કેસ વચ્ચે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતા એક શિક્ષિકાના પતિને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
વિજાપુરમાં રહેતા શિક્ષિકાના પતિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વિજાપુર ખાતેના રહેણાંક મકાન અને સોયસાયટી સહિતના વિસ્તારને પણ ક્વોરેન્ટાઇઝ કરવાના પ્રયાસ સાથે પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત થઈ છે. સાથે જ દર્દીના સમ્પર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.