મહેસાણા: કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉનમાં રક્ષણના આશ્રયથી વડનગરમાં સ્વયંભૂ જનતા કરફ્યૂનું ફરમાન કરવામાં આવ્યું છે. જેમાં 5 દિવસ સુધી શહેર બંધ પાળશે. આ કાર્યમાં પોલીસ પણ જનતાને સહયોગ પૂરો પાડશે છે.
કોરોના સામેની લડાઈમાં વડનગરમાં 5 દિવસ માટે જનતા કરફ્યૂ - mehsana
કોરોના વાઈરસના વધતા જતા કેસ સામેની લડતમાં વડનગરમાં સોમવારથી 5 દિવસ જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. લોકહિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં હાલમાં કોરોના વાઈરસના 7 પૈકી 2 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. હવે 4 કેસ પોઝિટિવ છે. જો કે, આ પોઝિટિવ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે, પરંતુ કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં અને લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન દરમિયાન સરકારની કેટલીક છૂટછાટ છતાં વનડગરવાસીઓએ સ્વયંભૂ જનતા કરફ્યૂ પાળવાનો નિર્ણય લીધો છે.
સોમવારથી શુક્રવાર સુધી 5 દિવસ બંધ રાખવામાં આવશે. જનતાના આ નિર્ણયથી વડનગર પોલીસ તંત્રએ પણ સહયોગ આપી જનતા કરફ્યૂનું સંપૂર્ણ પાલન થાય તે માટે શહેરમાં બંદોબસ્ત પૂરો પાડી બિનજરૂરી બહાર નીકળતા લોકોને સમજાવી ઘરમાં રહેવા અનુરોધ કરશે. જોકે આ જનતા કરફ્યૂમાં મેડિકલ અને આરોગ્ય લક્ષી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આમ વડાપ્રધાનના વતન વડનગરમાં પણ નાગરિકો એક ભારત સ્વસ્થ ભારતને સમૃદ્ધ ભારત માટે પ્રયાસ કરી રહ્યા છે.