મહેસાણા : વડનગરની મેડિકલ કોલેજમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઈરસ પરીક્ષણ કરવા માટેની સ્ટેટ ઓફ આર્ટ લેવલની લેબ ખુલ્લી મૂકાતાં મહેસાણા અને સુરેન્દ્રનગરના દર્દીઓને હવે ઝડપથી કોરોના ટેસ્ટના રિપોર્ટ મળી રહેશે. દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ 1 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે.
વડનગર મેડિકલ કોલેજ ખાતે સ્ટેટ ઓફ આર્ટ કોરોના પરીક્ષણ લેબનો પ્રારંભ - વડનગરની મેડિકલ કોલેજ
મહેસાણા જિલ્લામાં વડનગર મેડિકલ કોલેજ ખાતે અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ કોરોના કોવિડ વાઈરસ પરીક્ષણ સરકારી લેબ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મહેસાણા
વડનગર મેડિકલ કોલેજ ખાતે સ્ટેટ ઓફ આર્ટ કોરોના પરીક્ષણ લેબનો પ્રારંભ
ઊંઝા અને વડનગર વિસ્તારના ધારાસભ્ય આશાબેન પટેલ અને અગ્રણી મૂર્ધન્ય સમાજ સેવક સોમાભાઈ મોદીએ શ્રીફળ અર્પણ કરી આ લેબને ખુલ્લી મૂકતાં મહેસાણા જિલ્લાના અને આસપાસના કોરોના વાઈરસ અસરગ્રસ્તોને વિના મૂલ્યે તબીબી પરીક્ષણ ખૂબ ઝડપથી અને સચોટ પણે ઘર આંગણે ઉપલબ્ધ થયા છે.