- મહેસાણામાં રસીકરણ અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ
- 10 વધુ જગ્યાએ સેમ્પલ લેવા રસીકરણ કામગીરીની કાર્યવાહી હાથ ધરાઇ
- એક દિવસમાં આજે નવા 1041 સેમ્પલ લેવાયા
મહેસાણા : જિલ્લામાં સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને નાગરિકોની સેવામાં રસીકરણ અને સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં વધુ 10 જગ્યાએ કોરોનાના સેમ્પલ લેવા અને રસીકરણ કામગીરી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે લાખવડી ભાગોળ ખાતે આવેલી પ્રાયમરી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રોજ 100થી 150 સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં RTPCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તકેદારી સાથે આ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજની કામગીરીમાં 95 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો
50થી 60 ડોઝ રસીના 45 વર્ષથી વધુ વયના લોકોને અપવામાં આવી રહ્યા
મહેસાણા અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પ્રત્યેક દિવસે એવરેજ 50થી 60 ડોઝ રસીના 45 વર્ષથી વધુ વયના લોકોને અપવામાં આવી રહ્યા છે. લોકો પહેલા રસી લેતા ભય અનુભવતા હતા હવે સામેથી આવી રસી લઈ રહ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગના 45 વર્ષની કેટેગરીમાં આવતા લોકો રસી લઈ ચુક્યા છે. હવે રસી લેનાર આવનાર લોકોની સંખ્યા હવે ઘટી છે.
નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી શરૂ આ પણ વાંચો : ખેડા જિલ્લામાં 2 લાખથી વધુ નાગરિકોને રસીકરણ
મહેસાણામાં કુલ 1,041 સેમ્પલ લેવાયા
મહેસાણા જિલ્લામાં પણ કોરોના રસીકરણની કામગીરી ચાલુ હોવાથી કોરોના રસી લેવા માટે નિયત ઉંમરના લોકો રસી લઈ રહ્યા છે. આજના દિવસમાં કુલ 5,539 લોકોએ રસી લીધી છે. આજ દિન સુધી 3,64,166 રસીના ડોઝ અપાયા છે. આજની કામગીરીમાં જિલ્લામાં કુલ 1,041 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પરીક્ષણ માટે મોકલી અપાયા હોઈ પરિણામ પ્રતીક્ષામાં છે.