મહેસાણાઃ સરકારની અનલોકની જાહેરાત બાદ રાજ્યમાં એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, એસટી બસ ટ્રાન્સપોર્ટ સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ સતત પ્રવાસીઓના સંપર્કમાં આવતા વિસનગર એસટી વિભાગના કેટલાંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
વિસનગર ST ડેપોના 17 કર્મચારી કોરોના સંક્રમિત, ડેપો શટડાઉન કરવાની માગ - Gujarat ST
વિસનગર એસટી કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 17 જેટલા કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે કર્મચારી યુનિયન દ્વારા ડેપોને શટડાઉન કરવા માંગ કરવામાં આવી છે.
વિસનગર એસટી ડેપોના 17 કર્મીઓ કોરોના સંક્રમિત
જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી 400 પૈકી 250 જેટલા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 17 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે.
હાલમાં વિસનગર ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોનાનો શિકાર ન બને માટે કર્મચારી યુનિયન દ્વારા ડેપોમેનેજરને લેખિતમાં રજૂઆત કરી સંપૂર્ણ રીતે શટડાઉન કરવા માગ કરવામાં આવી છે. જે રજૂઆત ડિવિઝન ઉપરી અધિકારીને મોકલી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાશે તેવી સ્થાનિક ડેપો મેનેજરે ખાત્રી આપી છે.