મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને રાખી 974 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી 841 સેમ્પલ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 61 સેમ્પલનું પરિણામ પેન્ડીંગ છે.
અહીં કોરોનાગ્રસ્ત માતાએ જાડીયા બાળકોને જન્મ આપ્યો, પુત્ર પોઝિટિવ, પુત્રી નેગેટિવ - કોરોના વાઈરસ ન્યૂઝ
મહેસાણામાં કોરોનાગ્રસ્ત મહિલા એક પુત્ર અને પુત્રી એમ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી નવજાત પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે પુત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં રવિવારે 43 અને સોમવારે 44 સેમ્પલ લેવામાં આવેલા હતા. જિલ્લામાં આ બંન્ને દિવસો દરમિયાન લેવાયેલા 87 સેમ્પલમાંથી 25 સેમ્પલનું પરીણામ નેગેટિવ આવ્યું છે, જે સારા સમાચાર છે, પરંતુ 16 મે 2020ના રોજ મોલીપુર ગામની કોરોનાગ્રસ્ત 30 વર્ષીય મહિલા હસુમતીબેન પરમારે બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી તેના પુત્રનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે, જ્યારે પુત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મહેસાણા જિલ્લાં સોમવારે દર્દીઓ સાજા થતાં તેઓને સાંઇ ક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં હાલ પોઝિટિવ એક્ટીવ દર્દી વડનગર હોસ્પિટલમાં 6 અને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં 12 સહિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 01 મળી કુલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે.