મહેસાણાઃ જિલ્લામાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યારસુધીમાં કુલ 4320 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 3926 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
મહેસાણામાં કોરોના કેસમાં થયો વધારો
- અત્યારસુધીમાં કુલ 303 કેસ નોંધાયા
- 20 કોરોના દર્દીઓનું થયું મોત
- 206 દર્દીઓ થયા સાજા
- હાલ, 67 કેસ સક્રિય
મળતી માહિતી પ્રમાણે, જિલ્લામાં અત્યારસુધી 303 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 28 લોકોના મોત થયાં છે. તો 206 દર્દીઓ સ્વસ્થ્ય થતાં તેમને રજા આપવામાં આવી હતી, ત્યારે આજે ફરી એક સાથે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
તો બીજી તરફ 8 દર્દીઓ કોરોનામુક્ત થયાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે 368 જેટલા સેમ્પલના રિપોર્ટની સમીક્ષા કરાઈ રહી છે.