ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona cases in Gujarat: મહેસાણામાં કોરોના પોઝિટિવ દર્દી ફરાર થતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર થયું દોડતું - મહેસાણા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ

મહેસાણા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં (Isolation ward of Mehsana Civil Hospital )ગત 18 ડીસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવેલ એક 45 વર્ષીય મહિલા દર્દીને સારવાર માટે રાખવામાં આવ્યા હતા, જોકે સારવારના 14માં દિવસે અચાનક આઈસોલેશન વોર્ડમાંથી મહિલા દર્દી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી અચાનક ગુમ થઈ જતા તે દર્દી ક્યાં છે અને કેવી હાલતમાં છે તેવા અનેક સવાલો સાથે હોસ્પિટલ અને (Mehsana Civil Hospital )પોલીસ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Corona cases in Gujarat: મહેસાણામાં કોરોના પોઝિટિવ દર્દીના ફરાર થતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર થયું દોડતું
Corona cases in Gujarat: મહેસાણામાં કોરોના પોઝિટિવ દર્દીના ફરાર થતા હોસ્પિટલ અને પોલીસ તંત્ર થયું દોડતું

By

Published : Jan 1, 2022, 7:51 PM IST

મહેસાણાઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ સતત (Corona cases in Gujarat )દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં ગત 18 ડીસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ 45 વર્ષીય મહિલા દર્દીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં (Mehsana Civil Hospital )સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન આજે ચૌદમાં દિવસે મહિલા દર્દી અચાનક આઇસોલેશન વોર્ડમાંથી ગુમ થતા હોસ્પીટલ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ માટે દોડાદોડ કરવામાં આવી રહી છે.

આઇસોલેશન વોર્ડમાંથી અચાનક ગુમ થઈ દર્દી

મહેસાણા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથઈ ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં તાજેતરમાં કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓને રાખી સારવાર આપવામાં આવી રહી છે. જોકે હોસ્પિટલમાં અપાતી સારવાર વચ્ચે સિક્યુરિટી વ્યવસ્થાની અને સ્ટાફની બેદરકારી હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચોઃIsudan Gadhvi FSL Report: આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ

હોસ્પિટલ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાય

સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ગત 18 ડીસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવેલ એક 45 વર્ષીય મહિલા દર્દીને સારવાર માટે રાખવામાં આવ્યા હતા જોકે સારવારના ચૌદમા દિવસે અચાનક જ આઈસોલેશન વોર્ડમાંથી મહિલા દર્દી(Corona positive patient escapes from Corona ward in Mehsana) ગુમ થઈ જતા હોસ્પિટલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે એક 45 વર્ષીય મહિલા દર્દી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી અચાનક ગુમ થઈ જતા તે દર્દી ક્યાં છે અને કેવી હાલતમાં છે તેવા અનેક સવાલો સાથે હોસ્પિટલ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

પોઝિટિવ દર્દી ગુમ

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાર સંભાળ અને દેખરેખ માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં મહેસાણા પોલીસ દ્વારા પણ એક ખાસ ટીમ તૈનાત કરાઈ હતી. જ્યારે પણ કોઈ પોઝિટિવ દર્દી ગુમ થાય અથવા તો સારવાર દરમિયાન ભાગી છૂટે ત્યારે તેને પકડવા માટે ટીમ કાર્યરત કરાઈ હતી મહત્વનું છે કે હાલના સંજોગોમાં એક મહિલા દર્દી હોસ્પિટલમાંથી ગુમ થયા છે કે ભાગી છૂટે છે તે અંગે કોઈ સ્પષ્ટતા સામે નથી આવી ત્યારે એક પોઝિટિવ દર્દી હોસ્પિટલની બહાર જતા રહેતા કોરોના સંક્રમણ વધવાની પણ આશંકાઓ જોવા મળી રહી છે મહત્વનું છે કે આ દર્દીને શોધવામાં તંત્ર કેટલું સફળ થાય છે તે જોવું રહેશે.

આ પણ વાંચોઃAAP Leaders Out of Sabarmati Jail : આપના નેતાઓ આંદોલનના મૂડમાં, આગામી રણનીતિ માટે નરોડામાં બેઠક યોજી

ABOUT THE AUTHOR

...view details