ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જીલ્લામાં 13 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો - Corona case in Mehsana district

કોરોના મુક્ત(Corona free) બનેલા મહેસાણા જિલ્લામાં 13 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે જ કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે મહેસાણા જિલ્લામાં કડી, વિસનગર, મહેસાણા, ઊંઝા, બેચરાજી, સહિતના સેન્ટરો પર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલા છે.

મહેસાણા જીલ્લામાં 13 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો
મહેસાણા જીલ્લામાં 13 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો

By

Published : Nov 9, 2021, 11:08 AM IST

  • મહેસાણા જીલ્લામાં 13 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો
  • જિલ્લામાં અત્યાર સુધી 2.18 લાખ જેટલા સેમ્પલ લેવાયા
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને મહેસાણામાં અત્યારથી સાવચેતી

મહેસાણાઃ મહેસાણા(Mehsana) જિલ્લામાં કોરોનાના કેસો મધ્યમ પડ્યા બાદ મહેસાણા જિલ્લો બે વાર કોરોના મુક્ત બન્યો હતો. જેમાં અગાઉ એક મહિના પહેલા જિલ્લામાં કોરોના કેસનો આંકડો શુન્ય પર હતો ત્યારબાદમાં નવરાત્રીના સમયે બે કેસ એક્ટિવ સામે આવ્યા હતા. જે આજે 13 દિવસે મહેસાણા જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ડોક્યું કર્યું છે આમ સતત બે વાર કોરોના મુક્ત બનેલા મહેસાણા જિલ્લામાં હવે એક બે કેસથી કોરોનાની પુનઃ એન્ટ્રી જોવા મળી રહી છે.

મહેસાણા જિલ્લામાં કોરોનોના ને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 218576 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે કોરોનાના કેસ એક-બે ની સંખ્યામાં એક્ટિવ આવતા શિયાળાની સીઝનમાં સંક્રમણ વધવાની દહેશત વચ્ચે આરોગ્ય સહિત જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે મહેસાણા જાગૃત

કોરોનાની સંભવિત ત્રીજી લહેર(Corona's third letter) માટે મહેસાણા જિલ્લામાં કડી, વિસનગર, મહેસાણા, ઊંઝા, બેચરાજી, સહિતના સેન્ટરો પર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલા છે તો આઇસોલેશન માટે ના બેડ સહિતની સેવાઓ વધારી સરકારી હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફને ખાસ પ્રકારે ઔપચારીક રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજે પરિવાર સાથે જૂનાગઢ ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાના કર્યા દર્શન

આ પણ વાંચોઃ વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના

ABOUT THE AUTHOR

...view details