મહેસાણા : મહેસાણા ખાતે આવેલ દુધ સાગર ડેરીની પેનલને એક વર્ષ પૂર્ણ(One year to reign of transformation panel) થતા આજે એક સંકલન સમિતિની બેઠક બોલાવામાં આવી(Coordinating Committee Meeting) હતી. આ પ્રસંગે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પોતાની સત્તાના એક વર્ષમાં ડેરીના વિકાસ માટે કરેલ પ્રયાસો અને સફળતાને વર્ણવી દૂધ ઉત્પાદકો અને સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ ડેરીના સુશાસન માટે ડેરીના ચેરમેનને અભિનંદન પાઠ્વ્યા હતા.
મહેસાણા દૂધ સાગર ડેરીમાં સંકલન સમિતિની સભા યોજાઈ 61 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ દુધની પ્રાપ્તિ કરવાનો વિક્રમ સર્જ્યો
દુધ સાગર ડેરીએ છેલ્લા એક વર્ષમાં 61 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ દુધની પ્રાપ્તિ કરવાનો વિક્રમ સર્જ્યો છે. પાછલા એક વર્ષમાં કિલો ફેટે દુધમાં રુપિયા 30નો વધારો પણ કરવામાં આવ્યો છે. સાગર દાણમાં રૂપિયા 50નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ આ પ્રસંગે પશુપાલકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લા દુધ ઉત્પાદક સંઘ દ્વારા ગત 5 જાન્યુઆરી 2022ના દિવસે 24.95 લાખ લીટર દૂધ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરી દ્વારા દુધમાં ભેળસેળ અટકાવવા નિર્ણય લેતા દુધ મંડળીઓ ઉપર દુધ ભેળસેળ ચકાસણી મશીન મુકવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 500 મંડળીઓ ઉપર આ મશીન મુકવામાં આવનાર છે. દુધ સાગર ડેરી એક આગવી પહેલ કરી આવનારા દિવસોમાં પ્રાકૃતિક શાકભાજી પ્રોડક્ટ પણ માર્કેટમાં મુકવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો : Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો
આ પણ વાંચો : અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે કરાયું હતું