- મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી સત્તાવાર રીતે જાહેર કરાઈ
- શનિવારે ચૂંટણી અંગે અધિકારીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
- 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરાશે
- 21 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે
- 22 ડિસેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાશે
- 24 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે
- 26 ડિસેમ્બરે હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નોની ફાળવણી કરાશે
- 5 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર કરાશે
- નવી મતદાર યાદીમાં કુલ 11 મંડળો અને 1,126 મતદારો નોંધાયાં
મહેસાણા: મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે આજે શનિવારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે 14 ડિસેમ્બર 2020ના દિવસથી 26 ડિસેમ્બર સુધી ઉમેદવારી પ્રક્રિયા કરવામાં આવશે. આ સાથે જ હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે.
26 ડિસેમ્બરે ચિહ્નો સાથે હરીફ ઉમેદવારો થશે જાહેર
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી અધિકારી તરીકે વિસનગર પ્રાંત અધિકારી સી.સી.પટેલ દ્વારા શનિવારના રોજ જાહેરનામું બહાર પાડી ચૂંટણી સંદર્ભની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં 05 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન થઈ શકે છે. આ ઉપરાંત 14 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરાશે અને પ્રસિદ્ધ કરાશે, 21 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, 22 ડિસેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાશે, 24 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે, 26 ડિસેમ્બરે હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે, 5 જાન્યુઆરી 2021ના દિવસે મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર કરાશે, ત્યારે આ ચૂંટણી માટે તૈયાર કરાયેલી નવી મતદાર યાદીમાં કુલ 11 મંડળો અને 1,126 મતદારો નોંધાયાં છે.