ગુજરાત

gujarat

ETV Bharat / state

કોનસ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી, RAC એ આપ્યા તપાસના આદેશ - Arpita Chaudhary

સોસીયલ મીડિયાના વીડિયો વાઇરલ મામલે અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી છે, હાલમાં તેણે ખાખી વર્દીમાં કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા જેના કારણે ફરી વાર વિવાદને તુલ મળ્યું છે. RAC એ આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

police
કોનસ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી, RAC એ આપ્યા તપાસના આદેશ

By

Published : Sep 2, 2021, 1:02 PM IST

  • પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં
  • બેચરાજી મંદિરમાં ફરજ દરમિયાન ફિલ્મી ગીતો પર બનાવેલ વીડિઓ વાયરલ
  • ટિકટોક પર ધૂમ મચાવનારી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી

મહેસાણા: જિલ્લામાં બેચરાજી ખાતે હાલમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો ફિલ્મી સોંગ પર વીડિઓ થતા વિવાદ ફરી ગર્માયો છે. હાલમાં સમગ્ર મામલે અર્પિતા ચૌધરીના વિડિઓ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો :રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાનું નિધન, PM Modiએ દુઃખ વ્યક્ત કર્યું

વીડિયો વાયરલ

બેચરાજી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મી જેને હાલમાં બેચરાજી મંદિરમાં ડ્યુટી આપવામાં આવી છે. જોક અર્પિતા એ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિયો બનાવેલા હતા જે હાલમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જોકે વીડિયો વાયરલ થતા હાહાકાર મચયી છે. વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ વધુ એક વખત સોશ્યલ મીડિયામાં વીડીયો બનાવ્યા હતા. અર્પિતા પોલીસ ડ્રેશમાં રિલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.

કોનસ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી, RAC એ આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદી યુવકે આત્મહત્યા કરી, વીડિયો વાયરલ

અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા મહિલા કોન્સ્ટેબલ

અગાઉ પણ અર્પિતા એ ટિકટોકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન વીડીયો બનાવતા મામલો ગરમાયો હતો. જોકે એ સમયગાળા દરમિયાન અર્પિતાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી તેમજ ફરી કોઈ વખત આવી ભૂલ નહિ કરું તેવું જેતે સમયે અર્પિતા ચૌધરી એ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. સમગ્ર મામલે મહેસાણા અધિક કલેકટરે નિવેદન આપતા સમગ્ર વીડિયો મામલે તપાસ કરવામાં આવશે તેમજ વીડીયોમાં કોઈ નિયમ ભંગ થયાનું જણાશે તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details