અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી કમિશન દ્વારા પણ તારીખો જાહેર કરી દેવામાં આવે છે. જેને પગલે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. પણ તેમાં કડી વિધાનસભા બેઠક (Kadi Assembly Seat)પર વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રવીણ પરમાર નામના ઉમેદવારને ટિકિટ આપવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીની ઓફિસ આવીને ભારે વિરોધ અને સૂત્રોચાર કર્યા (Congress against Congress regarding the candidate)હતા.
70 ગામમાં સેનવા સમાજનું પ્રભુત્વ:કડીના સેના સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી 5 વખત SC સમાજ બેઠક હોવા છતાં સેનવા સમાજને ટિકિટ આપવામાં આવી નથી. કડી વિધાનસભામાં કુલ 118 ગામ છે. જેમાંથી 70 ગામમાં સેનવા સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેમ છતાં અત્યાર સુધી અમને ન્યાય આપવામાં આવ્યો નથી. ગત ચૂંટણીમાં પણ આ શાસન આપવામાં આવ્યું હતું. આ વખતે પણ ચૂંટણીમાં પણ માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે.