ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા APMC ડિરેકટર સંજય પટેલના ઘરે સ્ટેટ GST વિભાગની રેડ દરમિયાન અધિકારીને ધમકી આપવાના કારણે નોંધાઇ ફરિયાદ - મહિલા સહાયક રાજ્યવેરા કમિશનર

મહેસાણા : ઊંઝા APMCના ડાયરેક્ટર અને વેપારીના મહેસાણાના રાધનપુર બાયપાસ ચોકડી શૈલજા શરણમ સોસાયટીનમાં આવેલા 14 નંબરના નિવાસસ્થાને શનિવારે સાંજે સર્ચ અને સિઝરની કામગીરી માટે સ્ટેટ એન્ફોર્સમેન્ટની ટીમ સાથે પહોંચેલા મહિલા સહાયક રાજ્યવેરા કમિશનરને સંજય પટેલ ઉર્ફે શંકરલાલ ઘરે ન હોઇ તેમની પત્નીના ફોન મારફતે ગાળો બોલી ઘરમાંથી તાત્કાલિક નીકળી જાય નહીંતર જોવા જેવી થશેની ધમકી આપી સરકારી કામકાજમાં રૂકાવટ કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

ઊંઝા APMC ડિરેકટર
ઊંઝા APMC ડિરેકટર

By

Published : Jan 4, 2021, 5:20 PM IST

Updated : Jan 4, 2021, 5:33 PM IST

  • ઊંઝા APMC ડાયરેક્ટર સંજય પટેલના ઘરે સ્ટેટ GST વિભાગની રેડ
  • સંજય ઓટલે પત્નીને કોલ કરી અધિકારી સાથે વાત કરતા સમયે વર્તી ઉદ્ધતાઈ
  • GST અધિકારીને બહાર નીકળી જવા ધમકી આપતા સંજય સામે ફરિયાદ નોંધાઇ

ઊંઝા APMCના ડાયરેક્ટર અને વેપારીના મહેસાણાના રાધનપુર બાયપાસ ચોકડી શૈલજા શરણમ સોસાયટીનમાં આવેલા 14 નંબરના નિવાસસ્થાને શનિવારે સાંજે સર્ચ અને સિઝરની કામગીરી માટે સ્ટેટ એન્ફોર્સમેન્ટની ટીમ સાથે પહોંચેલા મહિલા સહાયક રાજ્યવેરા કમિશનરને સંજય પટેલ ઉર્ફે શંકરલાલ ઘરે ન હોઇ તેમની પત્નીના ફોન મારફતે ગાળો બોલી ઘરમાંથી તાત્કાલિક નિકળી જાય નહીંતર જોવા જેવી થશે, તેવી ધમકીઓ આપી સરકારી કામકાજમાં રૂકાવટ કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

ઊંઝા APMC ડાયરેક્ટર સંજય પટેલના ઘરે GST વિભાગની રેડ

ગુજરાત ફ્લાઇગ સ્કવોર્ડના સહાયક રાજ્ય વેરા કમિશનર કુંજળતા પરમાર, અધિકારી એમ. વી. પટેલ, નિરિક્ષક પી. આર. ઠાકોર, એમ. વાય. કાઝી, પંચો, SRP સ્ટાફ, સુપરવિઝન અધિકારી નાયબ રાજ્ય વેરા નિરિક્ષક એન. બી. ઠાકોરની ટીમ પહોંચી હતી. જ્યાં પૂછપરછ કરતા સંજય પટેલ ઘરે હાજર ન હતા. ત્યાં સર્ચની કાર્યવાહીમાં નિવેદન લેવાનું શરૂ કર્યુ હતું.

વોટ્સએપ કોલ કરી પત્ની સાથે વાત કર્યા બાદ અધિકારી સાથે ઉદ્ધતાઈ કરી!

આ દરમિયાન સંજય પટેલના મોબાઇલથી તેમના પત્નીના મોબાઇલ વોટ્સએપ ઉપર કોલ આવેલો હતો અને થોડીવાત કર્યા પછી તેમની પત્નીએ ફોન અધિકારી કુંજલતાબેન પરમારને આપતા તેમણે રીસીવ કરી વાતચીત કરી હતી. જેમાં સંજય મફતલાલ પટેલે મહિલા અધિકારી સાથે બિભસ્ત ભાષામાં ગાળો બોલી વાત કરી હતી.

GST અધિકારીએ APMC ડાયરેક્ટર સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી

ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી અને ઘરમાંથી તાત્કાલિક નીકળી જાય નહીંતર જોવા જેવી થશે, તેવી ધમકી આપી હતી. તેમજ ખોટા આક્ષેપો કરી સરકારી કામકાજમાં રૂકાવટ કર્યા બાબતે સહાયક રાજ્ય વેરા કમિશનર કુંજળતા પરમારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સંજય મફતલાલ પટેલ વિરુદ્ધ કલમ 186, 504, 507 હેઠળ ફરિયાદ નોધાવી હતી.

સ્ટેટ GST વિભાગની નવા વર્ષના પ્રારંભે કાર્યવાહી.!

જીરૂ-વરીયાળીમાં બોગસ બિલિગ-ઇવે બીલમાં પંકાયેલા ઊંઝામાં સ્ટેટ જીએસટી વિભાગની એક બાદ એક રેડમાં નામો ખુલતા ધરપકડનો દૌર ચાલુ રહ્યો છે. જેમાં ગત ડિસેમ્બરમાં ચાર લોકોની ધરપકડ બાદ જાન્યુઆરીની શરૂઆતમાં શનિવારે ફરી સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટની ટીમે વિવિધ 17 પેઢીઓમાં રેડ કરતા માર્કેટમાં કેટલીક ફર્મના શટર પડી ગયા છે, તો કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

બોગસ બિલિગ કૌભાડમાં સંજયની ધરપકડની ચર્ચા, પરંતુ સત્તાવાર જાહેરાત નહીં

જીએસટી ટીમ દ્વારા 7 ડિસેમ્બરના રોજ સંજય પટેલની 144.35 કરોડના ઇવેબીલ જનરેટ કરી, તેના વ્યવહારો પરનો રૂપિયા 9.60 કરોડનો વેરો સરકારી તિજોરીમાં ભરાયો ન હોવાથી ધરપકડ થઇ. જે બાદમાં 11 ડિસેમ્બરનાં રોજ હિરેન પટેલની 109.97 કરોડના કુલ 838 ઇવેબીલ જનરેટ કરી તપાસમાં રૂપિયા 6.31 કરોડનું વેરા કૌભાડમાં ધરપકડ બાદ આ પ્રકરણમાં 14 ડિસેમ્બરે સંજય પટેલ અને બાદમાં અમિત પટેલની ધરપકડ કરી હતી. આ અગાઉની ધરપકડ કરાયેલા શખ્સની પૂછપરછમાં વધુ એક નામ સંજય ઉર્ફે શંકરલાલ પટેલનું ખુલતા તેમની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, અધિકારીઓએ સત્તાવાર રીતે જાહેર કર્યું ન હતું.

Last Updated : Jan 4, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details