મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં શ્વેત ક્રાંતિની સાગર ધારા એવી દૂધસાગર ડેરીમાં રાજકારણ ભળતાં છેલ્લા કેટલાક વર્ષોથી ડેરીમાં વિવાદનો વંટોળ ફરી રહ્યો છે. ત્યાં આજે ડેરીમાં અગાઉ ઘીની ભેળસેળ મામલે થયેલા ઘટસ્ફોટ બાદ આજે બુધવારે ડેરી સત્તામંડળના ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ.હેડ અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત - ભેળસેળયુક્ત ઘી કેસ
મહેસાણા દૂધ સંઘમાં ભેળસેળયુક્ત ઘી લાવી પેકીંગ કરી વેચાણ કરાયું હોવા મામલે લેબોરેટરી પરિણામ આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિસનગર DySPને તપાસ સોંપતાની સાથે જ મંડળના ચેરમેન અને ડેરીના MDની અટકાયત કરાઈ છે.
ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત
હાલમાં પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને MD નિશિથ બક્ષીને પોલીસે અટકાયત કરી કોવિડ-19 માટેના સેમ્પલ ટેસ્ટિંગ અર્થે મોકલી આપેલ છે. જે બાદ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવનાર છે.