મહેસાણાઃ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એસ.ટી બસ સેવાને પગલે પ્રવાસીઓને પરિવહન માટે રાહત મળી છે, ત્યારે મહેસાણા એસ.ટી ડિવિજનમાં આવતા 11 ડેપોમાં બુધવારે એસ.ટી બસની પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે, જેથી હાલમાં કોરોના વોરિયર્સ બનેલા આરોગ્ય વિભગ, પોલીસ વિભાગ સહિતનાઓ તેમજ સામન્ય પ્રવાસીઓએ પણ રાહત અનુભવી હતી.
મહેસાણા ST ડિવિઝનના 11 ડેપોમાં પૂર્ણ તકેદારી સાથે બસ સેવાનો પુનઃ પ્રારંભ
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એસ.ટી બસ સેવાને પગલે પ્રવાસીઓને પરિવહન માટે રાહત મળી છે, ત્યારે મહેસાણા એસ.ટી ડિવિજનમાં આવતા 11 ડેપોમાં બુધવારે એસ.ટી બસની પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે, જેથી હાલમાં કોરોના વોરિયર્સ બનેલા આરોગ્ય વિભગ, પોલીસ વિભાગ સહિતનાઓ તેમજ સામન્ય પ્રવાસીઓએ પણ રાહત અનુભવી હતી.
જિલ્લામાં ઘણા પરિવારો છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉનમાં જેતે સ્થળે ફસાયેલા હોઈ બુધવારે એસ.ટી બસ દ્વારા પોતાના વતનમાં જતા ખુશી અનુભવી રહ્યા છે, સાથે સરકારી સેવાનો લાભ શરૂ થતાં મળેલી છૂટછાટને પગલે સરકારનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે હાલમાં એસ.ટી વિભાગ દ્વારા અનેક જિલ્લામાં આંતરિક પરિવહનની વ્યવસ્થા કરાઈ છે, તેમજ એસ.ટી બસમાં બેસતા તમામ પ્રવાસીઓને ટેમ્પરેચર ગન થી તપાસ કરી તેમજ માસ્ક પહેરવાનો ફરજિયાત આગ્રહ રાખી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી પરિવહન સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે, સાથે બસના ચાલક અને કન્ડક્ટરને પણ માસ્ક અને હેન્ડ ગ્લોઝ આપી તેમની પણ સ્લામતીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.