- મહેસાણા વિજાપુર હાઇવે પર અન્નક્ષેત્રનો પ્રારંભ
- જોગણી ધામ ખાતે ઉજ્જવલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરાયું
- રાહત દરે શુદ્ધ શાકાહારી ભોજન આપવાનું સેવા કાર્ય શરૂ કરાયું
મહેસાણા: ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવુંએ ભગવાનની સેવા પૂજા કરતા પણ વધારે પુણ્ય કમાવી આપે છે, ત્યારે મહેસાણા જિલ્લાના વસઈ ગામે એક ઉમદા સેવાકાર્ય માટે ઉજ્જવલ ટ્રસ્ટ દ્વારા અન્નનું મહત્વ સમજી જરૂરિયાતમંદ લોકો સુધી તૈયાર ભોજન પહોંચે માટે રાહત દરે ટિફિન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ અન્નક્ષેત્રના શુભારંભ પ્રસંગે વિજાપુર ધારાસભ્ય રમણ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી આ સેવાકાર્યને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મહેસાણાના વિજાપુર હાઇવે પર અન્નક્ષેત્રનો પ્રારંભ નીરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ટિફિન સેવા અપાશે
મહેસાણાના વિજાપુર હાઇવે પર અન્નક્ષેત્રનો પ્રારંભ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પરિવારથી વિખુટા પડી રહેતા હોય કે પછી જીવનના અંતિમ પડાવમાં પોતે નિવૃત જીવન જીવતા હોઈ તેમની પાસે કોઈ સહારો ન હોય તેવા લોકો ભોજન માટે લાચારી અનુભવતા હોય છે અને વૃદ્ધાશ્રમ જતા રહેતા હોય છે, ત્યારે અહિં આ સેવાયજ્ઞમાં નીરાધાર લોકો માટે ખાસ ટિફિન સેવા ડોર ટુ ડોર ભોજન પહોંચે તે માટે આયોજિત કરાઈ છે.
મહેસાણાના વિજાપુર હાઇવે પર અન્નક્ષેત્રનો પ્રારંભ ધાર્મિક વાતાવરણ વચ્ચે યુવોને યોગ્ય દિશાનું જ્ઞાન અપવાનો પ્રયાસ
વસઈ ગામે આવેલા ઉજ્જવલ સંસ્થા દ્વારા સમાજમાં રહેતા નાગરિકોને ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા જોગણી ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં દર રવિવારે યુવાઓને જાગૃત કરવાના વર્ગ ચલાવવામાં આવે છે. અહીં ગ્રામ્ય વિસ્તાર હોઈ ડિજિટલ બેંક સેવા પણ ચાલી રહી છે, જેનો ઉપયોગ કરતા લોકો નજીકમાં જ નાણાંની લેતી દેતિનો વ્યવહાર સરળતાથી કરે છે.
વિજાપુર હાઇવે પર અન્નક્ષેત્રનો પ્રારંભ