ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીએ ગાયિકા અનુરાધા પૌડવાલ અને વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કર્યા - વર્ષા ત્રિવેદી

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાયિકા અને પદ્મશ્રી પુરસ્કાથી સન્માનિત અનુરાધા પૌડવાલ તેમજ ગાયિકા વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ગાયિકા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાને પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલને તાના-રીરી સન્માન એવોર્ડ એનાયત કર્યો
મુખ્યપ્રધાને પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલને તાના-રીરી સન્માન એવોર્ડ એનાયત કર્યો

By

Published : Nov 26, 2020, 7:34 PM IST

  • મુખ્યપ્રધાને ગાયિકા અનુરાધા પૌડવાલને તાના-રીરી એવોર્ડ આપ્યો
  • ભાવનગરના ગાયિકા વર્ષા ત્રિવેદીને પણ એવોર્ડથી સન્માનિત કર્યા
  • ગાયિકા સાધના સરગમને પણ સન્માનિત કરાયા

ગાંધીનગર: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાયિકા અને પદ્મશ્રી પુરસ્કાથી સન્માનિત અનુરાધા પૌડવાલ તેમજ ગાયિકા વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ગાયિકા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાને પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલને તાના-રીરી સન્માન એવોર્ડ એનાયત કર્યો

આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રસિદ્ધ ગાયિકા અને પદ્મશ્રી અનુરાધા પૌડવાલ અને ભાવનગરના ગાયિકા વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડ એનાયત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યપ્રધાન દ્વારા ગાયિકા સાધના સરગમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અનુરાધા પૌડવાલ તેમજ ગાયિકા વર્ષા ત્રિવેદીને રૂપિયા 2.5 લાખનો ચેક પુરસ્કાર સ્વરૂપે આપ્યો હતો. આ એવોર્ડ સમારોહ પ્રસંગે યુવા અને સાંસ્કૃતિક પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details