ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં શનિવારે ચોથા દિવસના પ્રારંભમાં મુક્તાનંદજી બાપુ અને સ્વામી નિખિલેશ્વરાનંદજીની બે ધર્મસભાથી શરૂ થયેલા દિવસે આજે વધુ 1100 યજમાનો લક્ષચંડી મહાયજ્ઞમાં યજ્ઞશાળામાં ધાર્મિક વિધિ પૂજન માટે બેઠા છે.
લક્ષચંડી મહાયજ્ઞ: આજે છત્તીસગઢ અને બિહારના મુખ્યપ્રધાન મુલાકાત લેશે
ઊંઝા: લક્ષચંડી મહાયજ્ઞના ચોથા દિવસે ધર્મસભા યોજાશે. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ અને બિહારના મુખ્યપ્રધાન નીતિન કુમાર આજે મુલાકત લેશે. બે મહત્વની ધર્મસભા અને મહાનુભાવો સહિત પરપ્રાંત અને સ્થાનિક રાજકીય નેતાઓની મુલાકાત મહત્વની બની રહેશે.
શનિવારે વહેલી સવારથી પર્યટકોની ભારે ભીડ વચ્ચે ઉમિયાનગર અને માતાજીનું નિજ મંદિર જય જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહત્વનું છે કે, આ મહાઉત્સવમાં અનેક મહાનુભાવો સાધુ સંતો અને રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે. શનિવારે પરપ્રાંત છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ અને બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર પણ આ ખાસ મહોત્સવની મુલાકત લેશે. જેમની સાથે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહર ચાવડા સહિત રાજ્યના 8 જેટલા પ્રધાનોઓ પણ ઉપસ્થિત રહેવાના છે. જેઓની ઉપસ્થિતિમાં સંધ્યા કાળે મલ્ટીમીડિયા શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.