રાજ્યમાં ખેડૂત હિતની જ્યાં વાત હોય, ત્યાં સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે, ત્યારે વિશ્વસ્તરે એક આગવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તરીકે નામના મેળવનાર ઊંઝા APMCમાં આજે સરકારના સહયોગથી વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે કરોડોના ખર્ચે નવીન APMCના નિર્માણ કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું છે.
મુખ્યપ્રધાનના હસ્તે થયું વિશ્વની પ્રથમ શ્રેણીની APMCનું ખાતમુહૂર્ત - Gujarat
મહેસાણાઃ વિશ્વની પ્રથમ શ્રેણીની ઊંઝા APMCને સંલગ્ન બ્રાહ્મણવાડા ખાતે નવીન APMC બનાવવા મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરી ખેડૂત શિબિર યોજવામાં આવી હતી.
આ જે નવીન APMC માટે સરકાર દ્વારા 30 હેકર જમીન 40 હાજરના ખર્ચેથી ફાળવણી કરાઈ છે. આમ ખેડૂતો અને ખેત પેદાશના વેપાર માટે ઊંઝા APMC સાથે બ્રાહ્મણવાડા APMC પણ સહભાગી બનશે. આ પ્રસંગે હાજરી આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહકાર પ્રધાન ઇશ્વસિંહ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન બ્રાહ્મણવાડા APMCનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
બાદમાં મુખ્યપ્રધાને પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિર એવા ગુજરાતના આગવા ધાર્મિક સ્થાનની મુલાકાત લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઊંઝા ખાતે નવીન ટીપી સ્કીમ મુજબ 39 કરોડના ખર્ચે બનવવામાં આવતા નવીન રોડનું ખાત મુહુર્ત જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીને રાખડી બાંધી હતી.