શ્રમ અને રોજગાર પ્રધાન જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં રોજગારીનું સર્જન કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 48 રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી માર્ગદર્શન,ભરતી મેળા સહિતની વિવિધ પ્રવૃતિઓ થકી અન્ય રાજ્યોને પ્રેરણા મળી છે.
દેશમાં 85 ટકા રોજગારી આપવાનું કામ કરી અન્ય રાજ્યો માટે રોજગારીનું ડેસ્ટીનેશન બન્યુ છે. પ્રધાન દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં યોજાયેલ ભરતી મેળામાં 11.50 લાખ યુવાનોને રોજગારી મળી છે.રાજ્યના યુવાનોને તકનીકી શિક્ષણ મળી રહે તે માટે 124 ઔધોગિક તાલીમ સંસ્થા વધીને આજે 289 થઇ છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં યોજાયેલ 11 ક્લસ્ટર ભરતી મેળામાં 22600 નવયુવાનોને રોજગારી મળી છે.
રાજ્યના યુવાનો સુરક્ષાદળમાં જોડાય તે માટે વિનામૂલ્યે 69 નિવાસી તાલીમ યોજી 1939 તાલીમાર્થીઓને તાલીમ અપાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 77 હજાર કરતાં વધુ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓ જોડાયા છે.કાર્યક્રમમાં રાજ્યકક્ષા દિવ્યાંગ પારિતોષિક કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્રમાં કામ કરતા શ્રેષ્ઠ કર્મચારી,સ્વરોજગાર કરતા શ્રેષ્ઠ વ્યવસાયીઓને વર્ષે 2013થી 2015ના એવોર્ડ આપવામાં આવ્યા હતા.