- મહેસાણા જિલ્લામાં સતત ત્રિજા દિવસે વાદળ છાયું વાતાવરણ
- વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ અને વાવઝોડાની અસર વર્તાઈ
- વાવઝોડું અને વરસાદની અસર થી જિલમાં કોઈ નુકસાની સામે આવી નથી
- જિલ્લામાં બેચરાજી, સતલાસણા, કડી, જોટાણા પંથકમાં વરસાદ
મહેસાણા જિલ્લામાં ત્રીજા દિવસે સતત વાદળછાયું વાતાવરણ, વાવાઝોડાની આંશિક અસર વર્તાઈ - મહેસાણામાં વાવાઝોડાની અસર
મહેસાણા જિલ્લામાં ત્રીજા દિવસે સતત વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જેમાં ગત 24 કલાકમાં 6 તાલુકાનો મળી કુલ 43mm વરસાદ નોંધાયો છે. કડીમાં 8 mm, સતલાસણામાં 12 mm, જોટાણામાં 14 mm, બેચરાજીમાં 6 mm વડનગરમાં 2 mm અને મહેસાણામાં 1 mm વરસાદ નોંધાયો છે.
મહેસાણાઃ તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે મહેસાણા જિલમાં પણ આ વાવાઝોડાની આંશિક અસર વર્તાતી હોય તેમ છેલ્લા 3 દિવસથી જિલ્લા પંથકમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લાના 6 તાલુકામાં મળી કુલ 43 mm જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે વાવાઝોડા મામલે એલર્ટ રહ્યું છે.