મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ
ઊંઝા, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં ધોધમાર વરસાદ
મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ
ઊંઝા, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં ધોધમાર વરસાદ
વહેલી સવારથી 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ
આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે. પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પાટણ શહેરનું આનંદ સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. સાબરકાંઠાના ઇડરમાં સાંબેલાધાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઇડર તાલુકાના મૂડેટીથી ઢીંચણિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વર્યા હતાં. જેથી સ્કૂલમાં જવા નીકળેલા વિદ્યાર્થીઓ વચમાં જ રોકાઈ ગયાં હતાં.
નવરાત્રી મહોત્સવોની તૈયારીઓ રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે, ત્યારે સીઝનના અંતમાં મહેસાણા જીલ્લાના રહીશો અને ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે ,જેમાં ખેડૂતોના ઉભા પાક બાજરી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાકો જમીન પર પડી જતા કૃષિમાં પણ નુકસાન થયુ છે, જ્યારે લોકો પણ હવે મેઘરાજાને વરસાદને વિરામ લેવા આજીજી કરી રહ્યા છે..