- વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો
- રાજ્ય અને કેન્દ્ર સરકાર કલા અને સાહિત્યના વારસાને જાળવી રાખવાનું કામ કરી રહી છે
- કલા, સંગીત, સંસ્કારના વારસાને સાચવી રાખવીની પ્રતિબદ્ધતા એટલે તાના રીરી મહોત્સવ
મહેસાણા: તાના રીરી મહોત્સવ (Tana Riri Music Festival 2021) સમાપન કાર્યક્રમ (Closing program)માં મહાનુભાવોના વરદહસ્તે કલાકારોઓનું પુસ્તક, મોમેન્ટો પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના રીરીની સ્મૃતિમાં બે દિવસીય સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરાઇ હતી. ધારા શુક્લ અને શિતલ બારોટ દ્વારા શિવસ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નુપુર કલા કેન્દ્રની વિધાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ શૈલીમાં શિવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો
મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાના રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે વડનગર (Vadnagar) ના તાના રીરી ગાર્ડન ખાતે તાના રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો આ મહોત્સવનો છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી લાભ લઇ રહ્યા છે. તાના રીરી મહોત્સવ (Tana Riri Music Festival 2021)ના સમાપન સમારોહ (Closing program)માં સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, ધારાસભ્ય (MLA) ડો. આશા પટેલ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી.આર.જોષી, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર આઈ.આર.વાળા, નગરપાલિકાના પ્રમુખ જાગૃતિ વ્યાસ, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા હતા.