- બેચારજીમાં કોંગ્રેસના બે જૂથ સામસામે આવ્યા, ધારાસભ્ય પર હુમલો
- બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી, મેન્ડેડ ફાડી નાખવા બાબતે થયો હુમલો
- લાલજીભાઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષના જૂથ અને બહુચરાજી ધારાસભ્ય જૂથ વચ્ચે તકરાર
- ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ બાબતે માથાકૂટ થઈ
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારના નામ જાહેર કરવા અને મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. જિલ્લામાં એક તરફ વિસનગર તાલુકા સમિતિએ ટિકિટ મામલે લેતીદેતીના આક્ષેપો સાથે સામુહિક રાજીનામાં પાઠવી કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તો બીજી તરફ બેચરાજી અને કડીમાં કોંગ્રેસના બે જૂથો મેન્ડેટ અને ઉમેદવારી અંગે સામસામે આવી ગયા અને મારામારી કરી હતી. ભારે રકઝક થતા કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને બેચારજીના વર્તમાન ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ઝપાઝપી અને હુમલાના દૃશ્યો સામે આવ્યા હતા.