મહેસાણાઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાનમાં બદલાવ આવતા વિસનગર-મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વાદળો ઘેરાયા હતા. આકાશમાં વાદળો ઘેરાતા ક્યાંક આકારા તડકાથી રાહત મળી છે, તો ક્યાંક વાદળછાયા વાતાવરણને કારણે લોકો ઉકળાટનો પણ અનુભવી રહ્યાં છે.
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, વાતાવરણ વાદળછાયુ બન્યું - વાતાવરણમાં પલટો
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો છવાયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાનમાં બદલાવ આવતા વિસનગર-મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વાદળો ઘેરાયા હતા.
Mehsana
બીજી તરફ, વાદળ છાયા વાતાવરણને પગલે લોકડાઉનમાં ખેડૂતોને મજૂર કે પાક લણણી માટે સાધન નહીં મળતા ખેડૂતોના માથે કમોસમી વરસાદની ભીતિ તોળાઈ રહી છે તો આકાશમાં કાળા ઘેરા વાદળો છવાતા મોટાભાગના વિસ્તારમાં અંધાર પટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.