ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં ચાલવા નિકળેલા મહિલા તબીબના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી 2 ગઠિયા ફરાર - મહેસાણા ડેઈલી ન્યૂઝ

મહેસાણામાં સાંજના સમયે પોતાના પતિ અને પુત્ર સાથે ચાલવા નિકળેલા મહિલા તબીબે ગળામાં પહેરેલી 70 હજારની કિંમતની સોનાની ચેઈન બાઈક સવાર બે શખ્સો તફડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે મહેસાણા એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બાઈક સવાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

મહેસાણામાં ચાલવા નિકળેલા મહિલા તબીબના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી 2 ગઠિયા ફરાર
મહેસાણામાં ચાલવા નિકળેલા મહિલા તબીબના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી 2 ગઠિયા ફરાર

By

Published : Jun 11, 2021, 9:49 AM IST

  • મહેસાણામાં ચાલવા નિકળેલા મહિલા ડોકટર સાથેનો બનાવ
  • 70 હજારની સોનાની ચેઈન લૂંટીને બાઇક સવાર શખ્સો ફરાર
  • મહેસાણા એ.ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી


મહેસાણા : શહેરના ગૌરવ ટાઉનશીપમાં રહેતા મહિલા તબીબ પોતાના પતિ અને પુત્ર સાથે દેલા ગામ રોડ પર સાંજના સમયે ચાલવા નિકળ્યા હતા. તે સમયે અજાણ્યો બાઇક ચાલક તેમના ગાળામાં પહેરેલી અંદાજે 70 હજારની કિંમતની સોનાની ચેઈન તફડાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મહિલા તબીબે મહેસાણા એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં અદ્યતન સિક્યુરિટી સિસ્ટમ સાથેના કમાન્ડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા

મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 70 હજારની સોનાની ચેઈનની ચીલઝડપ મામલે પોલીસે મહિલા ડોક્ટરની ફરિયાદ નોંધીને અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ માટે ઘટના સ્થળ સહિતના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા પોલીસ હેડ ક્વોટર્સ ખાતે અદ્યતન સિક્યુરિટી સિસ્ટમ સાથેના કમાન્ડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ લૂંટારુંઓને પકડવામાં પોલીસને કેટલો સમય લાગે છે તે જોવું રહ્યું ?

ABOUT THE AUTHOR

...view details