કેન્દ્રીય પ્રવાસન પ્રધાન મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે પહોંચ્યાં - સૂર્યદેવતાની મૂર્તિ
મહેસાણાના ઐતિહાસિક ધરોહર એવા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત માટે કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પહોંચ્યા હતા. જયાં વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત કરી સૂર્યમંદિરના ઇતિહાસની ગાથાથી રૂબરૂ કરાવ્યાં હતાં.

કેન્દ્રીય પ્રવાસન પ્રધાન મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે
મહેસાણાઃ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ધરોહર એવા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત માટે કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પહોંચ્યા હતા. જ્યાં વહીવટી તંત્ર દ્વારા તેમનું સ્વાગત કરી સૂર્યમંદિરના ઇતિહાસની ગાથાથી રૂબરૂ કરાવ્યા હતા. પ્રવાસન પ્રધાન આ મંદિરની મુલાકાત લઈ મંદિરની કોતરણી અને શિલ્પો સ્થાપત્યો જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. મહત્વનું છે કે, કોર્ણાકના સૂર્યમંદિર સાથે આ મંદિરને પણ પ્રવાસન પ્રધાને અદભુત ગણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રવાસન પ્રધાન મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે
Last Updated : Feb 13, 2020, 10:54 AM IST