વિસનગર તાલુકાનું કાંસા ગામ પાટીદારોની જનસનખ્યા ધરાવતો વિસ્તાર છે જ્યાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા ભાજપના આગેવાનો સાથે ગામના ઘરે ઘરે જઈ જનસંપર્ક સાધ્યો હતો. પ્રધાનના જણાંવ્યા અનુસાર NRC અને CAA તેવો કાયદો છે જે ઇસ્લામી દેશોમાં વસતા હિન્દૂ, શીખ વગેરે ધર્મના લઘુમતી સમાજો ભારતમાં આવી ભારતીય તરીકેના અધિકારો સાથે વસવાટ કરી શકે જેનાથી ભારતમાં હાલમાં વસતા કોઈ પણ સમાજ કે ધર્મને કોઈ તકલીફ પડે તેમ નથી છતાં દેશ અને રાજ્યોમાં કેટલાક લોકો મુસ્લીમ કૌમને ભડકાવી તમને ખોટી સમજ આપી રહ્યા છે પરંતુ આ કાયદાથી જે ઇસ્લામી દેશોમાં લઘુમતી સમજો પર અત્યાચાર થઈ રહ્યા છે તેમાંથી તે લોકોને છુટકારો અપાવશે સાથે આ કાયદો ભલે હાલ અમલી બની રહ્યો છે પરંતુ વર્ષો પહેલા બે દેશો વચ્ચે લઘુમતી સમાજને સંરક્ષણ પૂરું પાડવાનો કરાર થયો હતો છતાં કરાર મુજબ તેમને સંરક્ષણ નથી મળી રહ્યું માટે આ કાયદો લાચાર બેબસ લોકોને માનવધિકારનો હક ભારતમાં અપાવશે.
CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વિસનગરમાં જનસંપર્ક સાધ્યો - વિસનગરમાં જનસંપર્ક
મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં NRC અને CAAના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વિસનગરમાં જનસંપર્ક સાધ્યો હતો. દેશમાં સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ આપવા સમર્થન અને વિરોધ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે વિસનગરના કાંસા ગામે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા ઘરે ઘરે ફરી જનસંપર્ક કરી CAA અને NRCના કાયદા વિશે સમજણ આપી સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ આપવાના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.
વિસનગરમાં NRC અને CAAના સમર્થમ માટે જનસંપર્ક સાધ્યા બાદ પ્રધાન મનસુખ માંડવીયાએ રાજ્યમાં ખેડૂતોમે અપાતું યુરિયા ખાતર ખૂટવા મામલે ખુલાસો કરતા ખેડૂતોને ભાવિ દિવસોમાં ખાતરની ખોટ પડવાની નથી તેવી ખાત્રી આપી હાલમાં ચાર દરિયાઈ માર્ગે પોર્ટ પર યુરિયા ખાતર આવી ગયું છે. ખાતર વિતરણ સ્થળે પહોંચાડવામાં બે પાંચ દિવસ વિલંબ થયો હશે જે માટે પણ વહેલી તકે ખાતર પહોંચાડવા સૂચનાઓ અપાઈ છે અને ગુજરાતમાં 7 સ્ટીમ્બર મારફતે લવાયું છે અને હાલમાં 42000 બોરી ખાતર મહેસાણા, બનસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આપવામાં આવ્યું છે માટે કોઈ ખેડૂત ખાતરનો જરૂર સિવાય સંગ્રહ ન કરે તે પણ જરૂરી છે.