મહેસાણાચોરોને હવે કોઇ ડર કે ભય રહ્યો નથી તેવું જોવા મળી રહ્યું છે. જાણે કે ચોરીકરવાની કાગને ડોળે રાહ જોઇ રહ્યા હોય તેમ જેવો મોકો મળે ચોરી કરવા તૈયાર જ બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના (Mehsana Cement theft detected by GPS) ફાયદા પણ થાય છે. એવો જ એક બનાવ બન્યો છે. મહેસાણા ખાતે આવેલ ઓએનજીસીના ધોળાસણ વેલ પર સિમેન્ટનો જથ્થો લઈ જતું સાયલો વાહન હેબૂવાના માર્ગ પર જઈ 12 મિનિટ રોકાણ કરતા સિમેન્ટ ચોરીનો કારસો રચાયો હતો. જોકે વાહનમાં લાગેલ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સમગ્ર મામલે સુરક્ષાકર્મીઓની ટિમ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.
શખ્સો ભાગી છૂટ્યાસ્થળે પહોંચી તો ગયા પરંતું પિકપ ડાલામાં સિમેન્ટ ભરી તસ્કરી કરતા શખ્સો તમામ મુદ્દામાલ મૂકી ભાગી છૂટ્યા હતા. સમગ્ર તસ્કરીના પ્રયાસ મામલે મહેસાન તાલુકા પોલીસ મથકે (Mehsan Taluka Police) ફરિયાદ નોંધાવતા પોલીસ (Mehsana Police)કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સિમેન્ટની હેરાફેરીમહેસાણા ખાતે આવેલ ઓએનજીસી ખાતે સિમેન્ટની હેરાફેરી(Manipulation of cement at ONGC) કરતા મોબાઈલ સાયલોન વાહનમાં સિમેન્ટ ભરી ધોળાસણ ગામની સીમમાં આવેલ નવા વેલના ડ્રિલિંગ કામકાજ માટે (Cement theft detected by GPS) મોકલવાનું હતું. આ વાહન ધોળાસણને બદલે શોભાષણ હેડુવા માર્ગ પર જઇ વેલ નમ્બર 83 પર 12 મિનિટ સુધી રોકણ કર્યાની જાણ સિક્યુરિટી એલર્ટ સિસ્ટમમાં વાહનની અંદર લાગેલ જીપીએસ ટેકનોલોજી(Advantages of GPS technology) થકી ગેરરીતી કરાતી હોવાની(Cement theft detected by GPS ) ખબર પડી હતી.
લોકેશન સ્થળઓએનજીસી સુરક્ષા દળની ટિમ લોકેશન વાળા સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતા સિમેન્ટની ચોરી કરી પ્લાસ્ટિકની બેગો ભરતા 5 તસ્કરો સ્થળ પર જ તમામ મુદ્દામાલ પડતો મૂકી ભાગી છૂટ્યા હતા. જેને પગલે ઓએનજીસી સુરક્ષા દળના જવાનને સિમેન્ટની તસ્કરીના પ્રયાસ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે જેની બાઇક હતી તે અને બાઇક પર આવેલ બે અન્ય સહિત કુલ 5 તસ્કરો સામે ફરિયાદ નોંધાવમાં આવી છે અને પોલીસએ તપાસ હાથ ધરી છે. જીપીએસ ટેકનોલોજીને કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનતા પોલીસ દ્વારા સ્થળ પર થી એક પિકપ ડાલું અને 60000ની કિંમતનો 5000 કિલો સિમેન્ટ રિકવર કરવામાં આવ્યો છે. જ્યારે બાઇક લઈ ફરાર થેયલ 5 આરોપીઓની શોધખોળ હાથ (Mehsana police took action)ધરવામાં આવી છે.