મહેસાણાઃ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સામુહિક રીતે ભેગા થઈને કરવી મુશ્કેલ હોવાથી મહેસાણાથી મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલે પોતાના ઘરેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વહેલી સવારથી જ લાઈવ યોગા પ્રદર્શન કર્યું હતું. જેને જોઈ મોટી સંખ્યામાં લોકો યોગ સાથે જોડાયા હતા.
મહેસાણાની મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલે સોશિયલ મીડિયા દ્વારા સૌને યોગ કરવા પ્રેર્યા
કોરોના મહામારીની વચ્ચે સોસશિયલ મીડિયા દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણાની મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સૌને યોગ કરવા પ્રેર્યા હતા.
પૂજા પટેલ દ્વારા સરળથી લઈ અતિ ઘનિષ્ઠ યોગાસનો દર્શકો સુધી દર્શવાવામાં આવ્યા હતા. જેમાં કોરોના વાઇરસ સહિતની બીમારી સામે રક્ષિત રહેવા સહિતની સમજણ આપવામાં આવી હતી. તેમજ પોતાનો વીડિયો સરકાર દ્વારા કરાયેલા માય લાઈફ માય યોગા કોમ્પિટિશનમાં અપલોડ કરી યોગને સમર્થન કરી લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાચીન એવી ઋષિમુનિઓ સમયની યોગ અને આયુર્વેદ સંસ્કૃતિએ ભારતની પરંપરા રહી છે. જો કે, આ પરંપરાને હાલના સમયમાં વિદેશમાં ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. યોગ સાથે વધુને વધુ લોકો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.કોરોના વાઇરસ સાથેની જંગ જીતવા યોગ જ્ઞાનીઓના મતે યોગ એક અસરકારક ઉપાય છે. જેના થકી આરોગ્ય સ્વસ્થ રહે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે