- મહેસાણા જિલ્લામાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી
- બાઇક રેલીનું આયોજન પણ કરાયું
- પદાધિકારીઓ રહ્યા હાજર
- ટ્રાફિક નિયમનોની જાગૃતિ લાવવા કરાય છે ઉજવણી
- મહેસાણામાં અકસ્માત અને મૃત્યુ આંક ઘટાડવા માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો
મહેસાણા: જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગ રૂપે મહેસાણા પોલીસ અને RTO દ્વારા બાઇક રેલી યોજી લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સરકારના ટ્રાફિક નિયમનોની જાણકારી જન જન સુધી પહોંચે માટે ગામે ગામ બેનરો અને લાઉડ સ્પીકરો સહિતના મધ્યમો થકી જાહેરાત કરવાનું આયોજન કરાયું છે. ગુરુવારે યોજાયેલ બાઇક રેલીમાં ધારાસભ્યો અને જિલ્લાના સંસદ સહિતના મહાનુભાવોએ હાજરી આપી 32માં માર્ગ સલામતી માસની ઉજવણીમાં આયોજકોને પ્રોત્સાહિત કરી જાહેર જનતાને માર્ગ સલામતીનો સંદેશો પૂરો પાડ્યો હતો.