સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદના પર્વની ધામધૂમથી કરાઇ ઉજવણી - gujarat
મહેસાણાઃ શનિવારે ચૈત્રી નવરાત્રીની સાથે મરાઠી નૂતનવર્ષ એટલે ગુડી પાડવા, તેલુગુ નૂતનવર્ષ ઉગાદીની સાથે સિંધી સમાજના લોકોનું નૂતનવર્ષ ચેટી ચાંદની શુભ શરુઆત થઇ છે.
સ્પોટ ફોટો
સિંધી સમાજ દ્વારા આજરોજ ચેટી ચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.સમાજના નાનાથી લઇ મોટા લોકો અને સ્ત્રી,પુરુષોએ નાચગાન સાથે વરઘોડામાં જોડાઇ પોતાના નવા વર્ષની ઉજવણી કરી હતી.સિંધી સમાજ દ્વારા સિંધી સોસાયટીથી લઇ શહેરના મુખ્ય વિસ્તાર સુધી વરઘોડા રુપે શોભાયાત્રા કાઢી નાચગાન કરી ખુશી સાથે આ પર્વની ઉજવણી કરી હતી.