- બહુચર માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય
- ચાલુ વર્ષે કોરોનાને લઈ ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાદગીથી થવા જઈ રહી
- 12 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન માતાજીની ચૈત્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું
મહેસાણા : જિલ્લામાં આવેલા બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરે દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થતી હોય છે. જોકે, ગત વર્ષે અને ચાલુ વર્ષે કોરોનાને લઈ ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાદગીથી થવા જઈ રહી છે. ત્યારે 12 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન માતાજીની ચૈત્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને લઈને સતત બીજા વર્ષે સાદગી પૂર્ણ રીતે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે. પૂનમના દિવસે નીકળનાર માતાજીની પાલખી શંખલપુર નહિ લઈ જવાય અને માત્ર પરંપરા મુજબ મંદિર પરિસરમાં પાલખી ફેરવવામાં આવશે.
આ પણ વાંચો : બેચરાજી ખાતે વ્યંઢળો દ્વારા રામ મંદિર નિર્માણ માટે રૂપિયા 51,000 દાન આપવામાં આવ્યું