ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાને લઈ ખાસ તકેદારી રખાઈ - HYC story

મહેસાણામાં કોરોનાનો કહેર વધતા જિલ્લા મધ્યસ્થ જેલમાં પણ તકેદારી રાખવામાં આવી છે. જેને લઈને નવા કે રજા પરથી પરત આવતા કેદીઓને આઇસોલેટ કરવામાં આવે છે. સાથે જ કેદીઓને મળવા આવતા મુલાકાતીઓ અને બહારના ટીફીનની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.

Corona in Mehsana District Central Jail
Corona in Mehsana District Central Jail

By

Published : May 11, 2021, 10:28 PM IST

  • મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાને લઈ તકેદારી
  • 236 પૈકી માત્ર 1 કેદી કોરોનાગ્રસ્ત હોઈ સારવાર હેઠળ રાખવામાં આવ્યો
  • જિલ્લા સબ જેલ ખાતે આઇસોલેશનની પણ કરાઈ અલાયદી વ્યવસ્થા
  • નવા કે રજા પરથી પરત આવતા કેદીઓને આઇસોલેટ કરાય છે

મહેસાણા : હાલમાં કોરોના મહામારી સમયે મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલા કેદીઓ માટે ખાસ શું તકેદારી અને વ્યવસ્થા રાખવામાં આવી છે. તે વિશે માહિતી મેળવતા જિલ્લા જેલ અધિક્ષક દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા મધ્યસ્થ જેલમાં હાલ કુલ 236 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. જેમાંથી 1 કેદી કોરોનાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાને લઈ તકેદારી રાખવામાં આવી

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા

કેદીઓને મળવા આવતા મુલાકાતીઓ અને બહારના ટીફીનની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે

અહીં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા દરેક કેદી અને સ્ટાફ માટે માસ્ક, સેનિટાઈઝરની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ કોઈ કેદી બીમારીનો ભોગ ન બને માટે અહીં ખાસ પ્રકારે કેદીઓના આરોગ્ય ચકાસણીનું કામ મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં કોઈ પણ કેદીને તાવ કે અન્ય બીમારી જણાઈ આવે તો તેને અલગ આઇસોલેટ કરી જરૂરી રિપોર્ટ અને સારવાર માટેની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધી 15 જેટલા કેદીઓ જિલ્લા જેલમાં કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

જિલ્લા મધ્યસ્થ જેલ

આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યૂકરમાઈકોસિસની સારવાર માટે 35 બેડ તૈયાર કરાયા

દરેક દર્દીઓ માટે માત્ર ટેલિફોનિક સંપર્ક માટે વ્યવસ્થા કરાઈ છે

હાલમાં માત્ર 1 જ કેદી કોરોનાગ્રસ્ત છે. અહીં નવા આવતા કેદીઓ કે પછી રજા ભોગવીને આવતા કેદીઓને પહેલા આઇસોલેટ કરવામાં આવે છે. જેથી જેલમાં સંક્રમણ ફેલાય નહિ. તો જેલમાં રાખેલા કેદીઓને બહારથી આવતા મુલાકાતીઓ સાથેની મુલાકાત બંધ રાખવામાં આવી છે અને જે કેદીઓના ટિફિન બહારથી મોકલવામાં આવતા હતા, તે પણ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી બહારના વિસ્તારમાંથી વાઈરસનું સંક્રમણ જેલમાં ન ફેલાય અને કોઈ કેદીના પરિવાર કે સ્નેહીજન દ્વારા કેદી સાથે સંપર્ક કરવો હોય તો ટેલોફોનિક સંપર્કની સુવિધા આપવામાં આવી છે. આમ મહત્તમ અંશે મહેસાણા જિલ્લા મધ્યસ્થ જેલમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકવામાં સફળતા મળી છે અને હાલમાં પણ તકેદારીના ભાગ રૂપે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જિલ્લા મધ્યસ્થ જેલ

ABOUT THE AUTHOR

...view details