- આરોગ્ય વિભાગની કામગીરી વચ્ચે પણ રોગચાળાએ માથું ઊંચક્યું
- મહેસાણા જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા
- મેલેરિયાની તપાસ માટે ચાલું વર્ષે 3,05,097 સેમ્પલ લેવાયા
મહેસાણા: રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો કે બીજી તરફ રોગચાળો વધી રહ્યો છે. રાજ્યમાં મેલેરિયા (Malaria), ડેન્ગ્યુ (Dengue fever) અને ચિકનગુનિયા (Chikungunya virus infection)ના કેસો વધી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે, જેમાં સરકારી દવાખાને અત્યાર સુધીમાં મેલેરિયાના 3,05,097, ડેન્ગ્યુના 374 અને ચિકનગુનિયાના 91 સેમ્પલનું પરીક્ષણ કરાતા 48 મેલેરિયા (Malaria Cases In Mehsana), 46 ડેન્ગ્યુ (Dengue Cases In Mehsana) અને 07 ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા (Chikungunya Cases In Mehsana)ના આ કેસો જિલ્લા માટે લાલબત્તી સમાન છે.
મેલેરિયા માટે 3,05,097 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા
સામાન્ય રીતે ઋતુ બદલાતા રોગચાળો વકરતો હોય છે. તેવામાં ચાલું વર્ષે ચોમાસાની સીઝનમાં આરોગ્ય વિભાગની કામગીરી વચ્ચે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો ચાલું માસે પણ સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલો અને નાના દવાખાનામાં આવતા દર્દીઓની ચાલું વર્ષે તપાસ કરવામાં આવતા મેલેરિયા માટે 3,05,097 જેટલા લોહીના નમૂના, ડેન્ગ્યુ માટે 374 અને ચિકનગુનિયા માટે 91 સેમ્પલ લઈ પરીક્ષણ કરાવતા અત્યાર સુધીમાં કુલ 48 મેલેરિયા, 46 ડેન્ગ્યુ અને 07 ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે.