પક્ષે એક સામાન્ય કાર્યકરને તક આપતા અજમલજી ઠાકોર ઉમેદવાર બન્યા છે. જેમની ઉમેદવારી નોંધાવનારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવારી નોંધવાની અંતિમ ઘડીએ પોતાના ઉમેદવાર તરીકે બાબુજી ઠાકોરને ઉમેદવારી કરાવી છે.
ખેરાલુ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ-ભાજપ મેદાને
મહેસાણાઃ જિલ્લામાં ખેરાલુ 20 વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેની ઉમેદવારીપત્ર ભરવાની સોમવારે છેલ્લી તારીખ હતી. અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ભાજપમાંથી પક્ષે એક સામાન્ય કાર્યકરને તક આપતા અજમલજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.
ખેરાલુ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ ભાજપ મેદાને
તો વળી આ પેટા ચૂંટણી માટે NCPમાંથી પથુજી ઠાકોર અને અપક્ષમાંથી એક મહિલા ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. બન્ને મહત્વના રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા વિકાસની વાત કરતા જીતની દાવેદારી કરવામાં આવી છે, ત્યારે મતદારોનો મિજાજ આખરે ખેરાલુનીઆ પેટા ચૂંટણી માટે ધારાસભ્ય નક્કી કરશે. જે આગામી 24 ઓક્ટોબરે મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે.