NRC અને CAAના સમર્થનમાં વિસનગર વાસીઓએ યોજી રેલી - CAA and NRC support in Mehsana
મહેસાણાઃ ભારતીય નાગરીત્વ અને હક આપવાના NRC અને CAA મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યા છે, ત્યાં સરકાર આ કાયદા માટે બિલ પસાર થઇ યો છે. ત્યારે વિસનગરથી NRC અને CAA મામલે સમર્થન આપતા વિવિધ સંગઠનો દ્વારા જંગી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
![NRC અને CAAના સમર્થનમાં વિસનગર વાસીઓએ યોજી રેલી NRC અને CAAના સમર્થનમાં વિસનગર વાસીઓએ રેલી યોજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5481609-thumbnail-3x2-mhs.jpg)
વિસનગર ખાતે આયોજિત NRC અને CAAના સમર્થન રેલીમાં ભારત માતા કી જયના જયઘોષ સાથે રાષ્ટ્રીય ફલક પર NRC અને CAAને સમર્થન મળે તે માટે શહેરના મોતીબા ત્રણ ટાવરથી વિસનગર મામલતદાર કચેરી સુધી જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ સાથે શહેર અને તાલુકા ભાજપ અને વિવિધ સંઘઠનોના પ્રમુખો પોતાની ટિમ સાથે જોડાયા હતા તો વિસનગરની રાષ્ટ્રપ્રેમી જનતાએ પણ આ NRC અને CAAની સમર્થન રેલીમાં ભારતના જયઘોષ સાથે સમર્થન આપતા મામલતદારને આવેદનપત્ર આપી સરકારના આ નિર્ણયને પોતાનું સમર્થન સાથે અભિનંદન પાઠવ્યા છે.