- ઊંઝા પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ
- પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હજૂ પણ અકબંધ
- ઊંઝા સહિતની નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી
આ પણ વાંચોઃસુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી
મહેસાણાઃ ઊંઝા ખાતે આવેલા પાંજરાપોળમાં બપોરે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાંજરાપોળમાં ઘાસચારો ભરવાના ગોડાઉનમાં અગમ્ય કારણો સર લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઊંઝા નગરપાલિકા સહિત વિસનગર વડનગર મહેસાણા સહિતથી 4 ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાસ્થળે આવેલા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવી ઘાસચારામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.