- અમદાવાદ- મહેસાણા ચાર માર્ગીય હાઇવેને છ માર્ગીય કરવાની કામગીરી માટે રૂ.100 કરોડની જોગવાઇ કરાઇ
- યાત્રાધામ બહુચરાજીના વિકાસ માટે રૂ 10 કરોડની જોગવાઇ કરાઇ
- મોઢેરા સૌરઊર્જાકરણ પ્રોજેક્ટ તેમજ સૂર્યમંદિર ખાતે વધુ પ્રવાસન સુવિધા વિક્સાવાશે
મહેસાણાઃ મહેસાણા-અમદાવાદ પરિવહન માટે હાલમાં એક 4 માર્ગીય હાઇવે છે જયા પણ દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે તથા પરિવહન માટે પ્રવાસીઓને ટ્રાફિક જામની મુશ્કેલીઓ ન સર્જાય અને સરળતા રહે તે માટે આ 4 માર્ગીય હાઇવેને 6 માર્ગીય બનાવવામાં આવે તેવી ખાસ જરૂરિયાત વર્તાઈ હતી. રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્યનું બજેટ રજૂ કરતા મહેસાણા-અમદાવાદ હાઈવેને 6 માર્ગીય બનાવવા ખાસ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ 50 કરોડની જોગવાઇ કરાઇ
મહેસાણા જિલ્લામાં સામન્ય રીતે પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે ત્યારે આ બન્ને વ્યવસાય માટે આવશ્યક એવી પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમ બનવવામાં આવ્યો છે. જોકે હાલના રાજકારણ વચ્ચે હવે વિજાપુર તાલુકામાં પણ એક વિશેષ ચેકડેમ બનાવવા રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફળાવ્યા બાદ પણ વધુ 50 કરોડ નીતિન પટેલે જાહેર કરેલા બજેટમાં નક્કી કરાયા છે.
આ પણ વાંચોઃગુજરાત બજેટઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7,232 કરોડની જોગવાઈ
વડનગરમાં વિવિધ હેરિટેજ સ્થળોનો વિકાસ કરાશે
જિલ્લામાં આવેલા મોઢેરા અને વડનગર પૌરાણિક ધરોહર હોવાના અનેક ઐતિહાસિક પુરાવા આપી ચુક્યા છે ત્યારે રાષ્ટ્રનું ગૌરવ એવા બન્ને ઐતિહાસિક સ્થળોના વિકાસ સત્ય સાથે પ્રવાસન સ્થળો વિકસાવવા માટે મંદિરો અને તળાવોનો વિકાસ કરવા પણ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હેરિટેજ સ્થળો તેમજ જુદા જુદા સ્મારકોના 3D પ્રોજક્શન મેપિંગ સાથેનો લાઈટ અને સાઉન્ડ શો માટે રૂ.3 કરોડ ફાળવાયા છે. જિલ્લામાં આવેલા બેચરાજી એટલે બાલા ત્રિપુરામાં બહુચર માતાજીનું મુખ્ય મંદિર આવેલું છે. જ્યાં વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા ચાલુ વર્ષના બજેટમાં વધુ 10 કરોડ બેચરાજી યાત્રાધામના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે.
વડનગરમાં વિવિધ હેરિટેજ સ્થળોનો વિકાસ કરાશે વડનગર ખાતે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવા રૂ.13 કરોડની જોગવાઇ કરાઇ
જિલ્લાનું વડનગર એટલે એક ઐતિહાસિક નગરીની સાથે સાથે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે ત્યારે નગરના વિકાસ માટે સરકારની સીધી નજર રહેલી છે. અહીં રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવવાનું નક્કી કરાયું છે. આ કામ માટે રાજ્ય સરકારના ચાલુ વર્ષના બજેટમાં રૂ.13 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમ મહેસાણા જિલ્લા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કરતા કુલ 173 કરોડ જેટલા બજેટની ફાળવણી કરી છે.