ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરના કોટડી ગામની સીમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો - Vijapur

લોકડાઉન વચ્ચે વિજાપુર તાલુકાના કોટડી ગામની સીમમાંથી 30 વર્ષીય મહિલાનો વૃક્ષ નીચે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

vijapur
મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

By

Published : May 18, 2020, 5:12 PM IST

મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામે રહેતા ઠાકોર પરિવારની 30 વર્ષીય મહિલા ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. જેનો પતિ મજૂરી કામે બહાર ગામ ગયેલ હોઈ તેવામાં જ તેની પત્નીની ભાળ મળતા લોકો ગામની સીમમાં દોડી આવ્યા હતા. ત્યા જોતા મહિલાના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ બાવળના વૃક્ષ નીચે લટકતો જોવા મળ્યો હતો. જેની જાણ વિજાપુર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહો્ચી મૃતદેહને નીચે ઉતારી વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુરના કોટડી ગામની સીમમાંથી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

દ્રશ્યો જોતા મહિલાના પગ જમીન સાથે અડકેલા હોઈ આખરે આ મહિલાએ આત્મહત્યા કરી છે કે, તેના મોત પાછળ કોઈ બીજું કારણ જોડાયેલું છે તેવી શંકાઓ પ્રવર્તમાન થઈ છે, ત્યારે આખરે વિજાપુર પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ સાચું કારણ સામે આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details