ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત - MLA ASHABEN PATEL DIED

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું ગઇકાલે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બિમારીના કારણે અવસાન થયું હતું. આજે ઊંઝા APMCથી વિસોળ ગામ સુધી અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા કાઢવામાં(Funeral of MLA Asha Patel) આવી હતી. અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા(Political leaders attended the funeral) હતાં અને આશા પટેલના પાર્થિવ દેહને સિદ્ધપુર સરસ્વતી મુક્તિ ધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત
ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત

By

Published : Dec 13, 2021, 3:22 PM IST

  • અંતિમ યાત્રામાં અનેક રાજકીય નેતાઓ તેમજ સ્થાનિકો રહ્યાં હાજર
  • આશા પટેલનો મૃતદેહ સિદ્ધપુર ખાતે પંચ મહાભૂતમાં વિલીન
  • સિદ્ધપુર ખાતે અંતિમસંસ્કારમાં અનેક નેતાઓ રહ્યાં ઉપસ્થિત

મહેસાણા: આજે ધારાસભ્ય આશા પટેલની અંતિમયાત્રા(Funeral of MLA Asha Patel) ઊંઝા APMCથી વિસોળ ગામ સુધી અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને આ અંતિમયાત્રમાં મુખ્યપ્રધાન, રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા(Political leaders attended the funeral) હતા. તેમના પાર્થિવ દેહને આજે સિદ્ધપુરનાં સરસ્વતી મુક્તિ ધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યાં હતાં, અંતિમક્રિયામાં પણ અનેક રાજકિય નેતાઓ હાજર રહ્યાં હતાં.

ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત

અંતિમયાત્રામાં અનેક નેતાઓ રહ્યાં હાજર

આજે આશા પટેલની અંતિમયાત્રમાં નીતિન પટેલ સહિતના અનેક નેતાઓ તેમજ આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. તેમનાં મૃતદેહને સિદ્ધપુર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લિધા આશા પટેલે

ઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશા પટેલ છેલ્લા 2 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં અને ગઇકાલે બપોરનાં સમયે તેમનું 44 વર્ષની વયે નિધન થયું હતું. આશા બહેનને ડેન્ગ્યુ થતા તેમને પહેલા મહેસાણા અને પછી અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન સૌથી પહેલાં તેમનું લિવર ફેઇલ થયું અને ત્યારબાદ ધીમે ધીમે કિડની, ફેફસાં જેવા અંગો કામ કરતા બંધ થયા હતાં.

વડાપ્રધાન, ગૃહપ્રધાન શાહ સહિતનાં નેતાઓએ આપી હતી શ્રદ્ધાંજલિ

આશા બહેનના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આશા બહેનના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આશા બહેનનું યોગદાન હંમેશા યાદ રહેશે. ગૃહપ્રધાન અમિતશાહે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના અગ્રણી નેતાઓએ નિધન પર શોકવ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Life Journey of Ashabahen Patel: ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબહેન પટેલની જીવન સફર

આ પણ વાંચો : ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details