- વિસનગરના કાંસા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- 40 યૂનિટ બ્લડ એકત્ર થયું
- રક્તદાતાઓનું કરાયું સન્માન
- ગાઇડલાઇન મુજબ રક્તદાન કેમ્પ યોજાયો
મહેસાણાઃ આકસ્મિક કે હઠીલી બીમારીમાં ગણા ખરા દર્દીઓ હૉસ્પિટલ્સમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે. આવા સંજોગોમાં રક્તની જરૂરિયાત પૂરી થતા કેટલાંક દર્દીઓને એક નવી જિંદગી મળતી હોય છે. જો કે, હાલના સમયમાં કોરોના કાળે રક્તદાતાઓ રક્તદાન કરવાથી થોડા દૂર રહેતા હોવાથી અનેક જગ્યાએ બ્લડ બેન્કમાં બ્લડ યૂનિટો ઘટી રહ્યા છે.
રક્તદાતાઓનું સન્માન કરાયું રક્તદાતાઓને જાગૃત કરતા જિલ્લાના વિસનગરના કાંસા ગામે સામજિક સંસ્થાઓના સહયોગ થકી આગેવાનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં શરૂઆતના તબક્કે 40 યૂનિટ બ્લડ એકત્ર થયું હતું. પરંતુ 100 યુનિટ ઉપરાંત બ્લડ એકત્ર કરવાનો લક્ષાંક રાખવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આરોગ્ય વિભાગના કેટલાક નિયમોનું પાલન કરી આ રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.
વિસનગર કાંસા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું વિસનગર ખાતે આવેલી બ્લડ બેન્કમાં હાલ કેટલીક સુવિધાનો અભાવ છે. વિસનગરના આગેવાન રાજેન્દ્ર પટેલ દ્વારા આ બ્લડ બેન્કનું નેતૃત્વ કરી આજે રક્તદાતાઓને કોરોનાથી ગભરાયા વિના રક્તદાન કરવા જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો છે. ત્યારે વધુને વધુ લોકો રકતદાન કરે અને આ મહામારી સમયે કેટલાક અંશે સર્જાયેલી રક્તની અછત પૂરી થાય તે મહત્વનું બન્યું છે. આ કાર્યક્રમમાં રક્તદાતાઓનું સન્માન કરી રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.