ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મહેસાણાના ઊંઝા પહોંચ્યા - ભાજપ

રાજ્યમાં રાજકીય લેબીરેટરી ગણાતા અને ભાજપના ગઢ એવા મહેસાણા જિલ્લાની મુલાકાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાટણ બાદ હવે ઊંઝા APMCમાં આયોજિત તેમના સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં પહોંચ્યા છે.

CR Patil
CR Patil

By

Published : Sep 4, 2020, 11:52 AM IST

મહેસાણાઃ સીઆર પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર મહેસાણા જિલ્લા અને ઊંઝા વિશ્વ વિખ્યાત માર્કેટ યાર્ડની મુલાકાતે પહોંચ્યા છે. કાર્યકરો સહિત સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિતના મંત્રી ગણના નેતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી તેમનું સ્વાગત કર્યું છે.

સીઆર પાટીલનો મહેસાણા પ્રવાસ નીચે મુજબઃ

નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેસાણા જિલ્લાની મુલાકાતે
સી આર પાટીલ આજે મહેસાણા જિલ્લાના પ્રવાસે
ઊંઝાના શીંહી ગામે આગમન કરી ઊંઝા APMCમાં સ્વાગત અને અભિવાદ કાર્યક્રમ આયોજિત કરાયો
APMC કાર્યક્રમ બાદ ઉમિયા માતા મંદિરે કરશે માતાજીના દર્શન
ઊંઝા દર્શન બાદ વિસનગરના તરભ ગામે માલધારી સમાજની અસ્થાનું કેન્દ્ર વાળીનાથ મંદિરની મુલાકાત કરશે
તરભમાં વાળીનાથ મંદિરે પાટીલની રજત તુલા કરાશે
વિસનગર તાલુકાના ભાંડું ગામે સ્વાગત
મહેસાણા પંડિત દીનદયાળ ટાઉન હોલમાં કરશે બેઠક
પાટીલની મહેસાણા જિલ્લા સંઘઠન સહિત સ્થાનિક અગ્રણીઓની કરશે મુલાકાત
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત કરી સંઘ કાર્યાલય મુલાકાત કરશે
કડીના નંદાસણ બાદ સાંજે કલોલ જવા રવાના થશે

ABOUT THE AUTHOR

...view details