ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બહુચર માતાજીના દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો

ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે બાલા ત્રિપુરામાં બહુચરજીના સાનિધ્યમાં પહોંચી આશીર્વાદ લેતા સરપંચો સાથેના સંવાદની રાજ્યવ્યાપી શરૂઆત કરી છે તો ભાજપના વિજય માટે મતદારોની લાગણી જોડાયેલી હોવાનો દાવો કર્યો છે

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો

By

Published : Dec 27, 2020, 5:24 PM IST

  • ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો
  • પાટીલે બહુચર માતાજીના દર્શન કરી સરપંચ સાથે રાજ્યવ્યાપી સંવાદ કર્યો
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની ગ્રામ્ય વિસ્તારમાં માહિતી પહોંચાડવાનો પ્રયાસ
  • સી.આર.પાટીલનો શંખલપુર ખાતે સરપંચો સાથે સંવાદ
    ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો
  • સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય પ્રજા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય

મહેસાણાઃ જિલ્લો વર્તમાન સરકારમાં રહેલા પદાધિકારીઓનો ગઢ હોવાની સાથે-સાથે રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, ત્યારે આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજોની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા જન જન સુધી પહોંચી માઈક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ કરવામાં આવી છે.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બેચરાજીથી દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો

ભાજપ વિપક્ષની નબળાઈથી નહિ પરંતુ મતદારોની લાગણીઓથી વિજય મેળવે છે

રવિવારના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ધાર્મિક યાત્રાધામ બેચરાજીથી બહુચર માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવતા રાજ્યવ્યાપી સરપંચો સાથે સંવાદ કરવાની શરૂઆત કરી છે. સી આર પાટીલના પ્લાન મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા વક્તાઓને સાથે રાખી ગામના મુખીયા એવા સરપંચને સાથે સંવાદ કરવાનું આયોજન કરાયું છે. તો ભાજપ વિપક્ષની નબળાઈથી નહિ પરંતુ મતદારોની લાગણીઓથી વિજય મેળવે છે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details