- કડી નગરપાલિકા વોર્ડ નં-3માં ભાજપની પેનલ બિનહરીફ
- વોર્ડ નં-3 પર ચારેય બેઠક પર માત્ર ભાજપની જ ઉમેદવારી હતી
- ફોર્મ ચકાસણીમાં ચારેય ફોર્મ માન્ય થતા ભાજપ બિનહરીફ
મહેસાણા :જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી બાદ કુલ 95 ફોર્મમાંથી 38 ફોર્મ રદ થયા છે, જ્યારે 57 ઉમેદવારો મેદાને છે. કડીના વોર્ડ નં.-3 માટે ભાજપના આયોજન અને નશીબથી 4 ઉમેદવારી પત્રો માત્ર ભાજપમાંથી જ ભરાયા છે. ફોર્મ ચકાસણીમાં ચારેય બેઠક પર તે ઉમેદવારો માન્ય રખાતા ભાજપની પેનલ બિનહરીફ બની છે.
કડીમાં ચૂંટણી પહેલા વોર્ડ નં.-3થી ભાજપનું ખાતું ખુલ્યું